હતી એવી તારે રે શું સગાઈ, એના માટે, અનુકંપા જાગી ગઈ હૈયામાં
દબાવી દીધા કંઈક ભાવો તેં જીવનમાં, દબાવી ના શક્યો કેમ આને તું હૈયામાં
કર વિચાર તું તો જરા, એકસરખી છે સગાઈ, સહુ સાથે પ્રભુની તો જગમાં
વસ્યો છે જે પ્રભુ તો તારામાં, નથી કાંઈ એ જુદો, વસ્યો છે જે બીજામાં
જાગી ગઈ અનુકંપા એથી તને તો, એના કાજે જીવનમાં તો તારા હૈયામાં
છે આવા વ્યવહાર તો જો પ્રભુના, અટક્યો શાને રે તું જગમાં બીજી વાતોમાં
અટકાવી રહ્યું છે તને તારું તો દિલડું, ખેંચાયું જ્યાં જીવનમાં, એ સ્વાર્થમાં
સીધા-સરળ વ્યવહાર પ્રભુના, ગૂંચવ્યા તેં જીવનમાં ખેંચાઈ ખેંચાઈને તો એમાં
જગાવી જગાવી, ભાવો માલિકીના જગમાં, રહ્યો એથી હવે તો તું દુઃખદર્દમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)