Hymn No. 4596 | Date: 23-Mar-1993
|
|
Text Size |
 |
 |
ઇચ્છાઓને ઇચ્છાઓથી છે હૈયું ભરેલું મારું, કેમ અને ક્યાં રે પ્રભુ, હવે એને હું તો વાળું પાળી અને પોષી છે ખૂબ મેં એને તો હૈયે, કેમ કરીને રે પ્રભુ, હવે એને હું તો ત્યાગું કંઈક થઈ છે તો પૂરી, કંઈક રહી છે રે અધૂરી, હૈયાંને રે પ્રભુ, હવે કેમ કરીને હું સમજાવું વળગી છે હૈયે એ તો એવી, કેમ કરીને રે પ્રભુ, તારા ચરણે હવે એને હું તો ધરું એક પછી એક રહી છે એ તો જાગતીને જાગતી, કેમ કરીને રે પ્રભુ, એને હું તો અટકાવું વધતું ને વધતું રહ્યું છે દબાણ એનું તો હૈયે, કેમ કરીને મુક્ત એમાંથી હું તો થાઉં તારા મિલનની ઇચ્છા જાય છે એમાં હડસેલાઈ, કેમ કરીને આગળ હવે એને હું તો લાવું ઇચ્છાઓના ત્યાગ મિલન, પ્રભુ તારું ના થાતું, કેમ કરીને દિલને આ હું તો સમજાવું તારા વિના ના રોકી શકે, કોઈ એને રે પ્રભુ, સાથ તારો રોકવામાં એનો હું તો માગું પ્રકાશ મળે ના મળે રે જીવનમાં, જીવનમાં તો તારા વિના તો છે અંધારું ને અંધારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|