લઈ લઈને રે આશરા ને આશરા, જીવનમાં રે રુદનના
હચમચાવી ના નાખ જીવનમાં તું, તારા યત્નો પુરુષાર્થના
બનાવી એને નબળાઈની નિશાની, એની સાથે રમત રમતો ના
હળવા થવાના રે નામે, જીવનમાં આશરો એનો તું લેતો ના
દુઃખદર્દ દબાવશે જીવનને રે, આશરો લેવા એનો સરકતો ના
કઢાવવા કામ જીવનમાં રે, આશરો ખોટેં એનો તું લેતો ના
પડશે રે લેવો આશરો રુદનનો પ્રભુ, દર્શન કાજે ત્યારે તું ચૂકતો ના
લઈ લઈ આશરો વારેઘડીએ, નબળાઈનું પ્રદર્શન તું કરતો ના
અન્ય લઈને આશરો એનો, જોજે કામ એનું કરાવી જાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)