આ જીવનને રે તું, તારા જનમફેરાનો છેલ્લો ફેરો બનાવ
મનને નાથીને રે, જીવનમાં રે તારું ધાર્યું એની પાસે તું કરાવ
હૈયામાંથી બધા દુર્ભાવોને હટાવીને, હૈયાને વિશુદ્ધ તો તું બનાવ
જ્યાં ત્યાં ભાગતા તારા મનડાને રે, હવે જ્યાં ત્યાં જાતું અટકાવ
રમત રમ્યો બહુ તું માયાની રમતમાં હવે, બધી રમત એ તું અટકાવ
દૂર ને દૂર ભાગતા તારા મનડાને રે હવે, પ્રભુચરણમાં તું લગાવ
કરી કરી યત્નો એવા રે જીવનમાં, મનને ને હૈયાને શાંતિ અપાવ
કરી જીવનમાં રે એવું, હૈયામાંથી ને મનમાંથી વિકારોને તો હટાવ
શુભ ચિંતનને શુભ ભાવો ભરી, હૈયા ને મનને એ સોનેરી અક્ષરે મઢાવ
સર્વ જીવોને જગતમાં શુદ્ધ ભાવોથી અપનાવી, જગમાં તારા બનાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)