મળ્યો છે માનવદેહ તને, શું દેશે પાછો તને રે પ્રભુ, એ તું શું પૂછી આવ્યો નથી
ચાલીશ જીવનમાં સાચી રાહે, મળી હોય ના ભલે, મંઝિલ દૂર એ રહેવાની નથી
તારા ને તારા નિર્ણય, ચલાવશે જીવન તારું, નિર્ણય લીધા વિના રહેવાવાનું નથી
દેશે સહુ સલાહ તને, ચાલવાનું છે તારે, એના વિના તારો છૂટકો નથી
કર વશ મનને તું, રહીશ પરવશ ક્યાં સુધી, મુક્તિ વિના બીજું લેવાતું નથી
કંઈ મોટી કે ખોટી આશાએ હોમવું છે જીવન તારું, સાચી સમજણ વિના ચાલવાનું નથી
છે જગનો નાતો શરીર સાથે, શરીર રહેવાનું નથી, એ સમજણ વિના ચાલવાનું નથી
દુઃખી થઈને કે કરીને જીવનમાં, આવશે ના હાથમાં તારા, જીવન એવું જીવવાનું નથી
જોડીને નાતો સીધો પ્રભુની સાથે, કસર ના એમાં રાખીને, જીવન સાર્થક કર્યાં વિના રહેવાનું નથી
જગાવી સાચી સમજણ હૈયામાં, કરી સ્થિર એને દર્શન પ્રભુનું મેળવ્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)