Hymn No. 5483 | Date: 16-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-16
1994-09-16
1994-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=982
હૈયું તારું જ્યારે ભરાઈ આવશે, અશ્રુથી નયનો રે તારાં ઊભરાઈ જાશે
હૈયું તારું જ્યારે ભરાઈ આવશે, અશ્રુથી નયનો રે તારાં ઊભરાઈ જાશે દુઃખદર્દની માત્રા જીવનમાં, સહનશીલતાની સીમા પાર કરી જાશે નિરાશાઓ ને નિરાશાઓમાં લંગાર, જીવનમાં જ્યાં મળતી ને મળતી જાશે અન્યના દુઃખની રે ધારા, તારા હૈયાને તો જ્યાં સ્પર્શી રે જાશે અણગમતી ચીજો જીવનમાં બનતી જાશે, મૂક પ્રેક્ષક બનવાની પાળી આવશે દોડી દોડી સાથે સહુ સહાયતા કાજે પાસે તારી, તારાથી ના કાંઈ બની શકશે સમજાવી સમજાવી રોક્યા જેને, પીઠ પાછળ ઘા જ્યાં એ કરી જાશે કાળા ઘેરા વાદળમાં, તેજનું બિંદુ એક દેખાશે, ઢંકાઈ પાછું જ્યાં એ જાશે દુઃખદર્દના કાંટાઓ પણ, સુખની શૈયામાં પણ જ્યાં ભોંકાતા જાશે પ્રભુ દર્શન તો દઈ દઈ, જીવનમાં જ્યાં હાથતાળી તો દઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyu taaru jyare bharai avashe, ashruthi nayano re taara ubharai jaashe
duhkhadardani matra jivanamam, sahanashilatani sima paar kari jaashe
nirashao ne nirashaomam langara, jivanamam jya malati ne malati jaashe
anyana dukh ni re dhara, taara haiyane to jya sparshi re jaashe
anagamati chijo jivanamam banati jashe, muka prekshaka banavani pali aavashe
dodi dodi saathe sahu sahayata kaaje paase tari, tarathi na kai bani shakashe
samajavi samajavi rokya jene, pitha paachal gha jya e kari jaashe
kaal ghera vadalamam, tejanum bindu ek dekhashe, dhankai pachhum jya e jaashe
duhkhadardana kantao pana, sukhani shaiyamam pan jya bhonkata jaashe
prabhu darshan to dai dai, jivanamam jya hathatali to dai jaashe
|
|