Hymn No. 5485 | Date: 18-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-18
1994-09-18
1994-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=984
રમી રહ્યો સદા જીવનમાં તું મારા ને તારામાં, ના તું એ ભૂલી શક્યો
રમી રહ્યો સદા જીવનમાં તું મારા ને તારામાં, ના તું એ ભૂલી શક્યો જીવનમાં રે તું ત્યાં, પ્રભુનો પ્યારો ના બની શક્યો (2) લોભ-લાલચમાં ખેંચાઈ એમાં તું તણાતો રહ્યો, ના એમાં અટકી શક્યો વિકારો ને વિકારોમાં રહ્યો તું તણાતો ને તણાતો, ના એને છોડી શક્યો વિશ્વાસે વિશ્વાસે આગળ તું વધતો ગયો, અણી વખતે વિશ્વાસ ખોઈ બેઠો, પાપની રાહે જીવનભર તું ચાલ્યો, પુણ્યની રાહ જીવનમાં તું ચૂકી ગયો સમજી સમજી રાહો જીવનમાં તો સાચી, ના એ રાહે જીવનમાં તું આવ્યો તનની દેવાલો જીવનમાં જ્યાં, ના તું ભેદી શક્યો, ના એ કાઢી શક્યો માયામાં જીવનભર રાચી રાચી, પ્રભુના નામને હૈયેથી જ્યાં તું ભૂલી ગયો સુખદુઃખને ઘૂંટયાં એવાં તેં હૈયે, પ્રભુના પ્રેમરસનું પાન ના કરી શક્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rami rahyo saad jivanamam tu maara ne taramam, na tu e bhuli shakyo
jivanamam re tu tyam, prabhu no pyaro na bani shakyo (2)
lobha-lalachamam khenchai ema tu tanato rahyo, na ema ataki shakyo
vikaro ne vikaaro maa rahyo tu tanato ne tanato, na ene chhodi shakyo
vishvase vishvase aagal tu vadhato gayo, ani vakhate vishvas khoi betho,
papani rahe jivanabhara tu chalyo, punyani raah jivanamam tu chuki gayo
samaji samaji raho jivanamam to sachi, na e rahe jivanamam tu aavyo
tanani devalo jivanamam jyam, na tu bhedi shakyo, na e kadhi shakyo
maya maa jivanabhara raachi rachi, prabhu na naam ne haiyethi jya tu bhuli gayo
sukhaduhkhane ghuntayam evam te haiye, prabhu na premarasanum pan na kari shakyo
|