શું કરવું હવે રે એને, જ્યાં સમય એને, હવે વીતી રે ગયો છે
વેડફી જુવાનીને બેસમજમાં એને, વળશે શું હવે અફસોસ એનો કરીને
નાસમજમાં કર્યાં એવાં રે કૃત્યો, વળે હવે તો શું એને તો દોષ દઈને
કર્યાં કામ તેં એવાં, જાણે લાગ્યું તો તીર, નહીંતર તુક્કો, એવું સમજીને
આવ્યા રે જગમાં, નથી કાંઈ એ અકસ્માત, કર હવે તો તું બધું વિચારીને
ગયું એ તો જીવનમાં રે ગયું, કર જીવનમાં હવે તો તું બધું સમજીને
પ્યાર વિના જગશે ના જીવન તારું, કરીશ શું જીવનમાં તું વેર બાંધી
સુખશાંતિ પામીશ જીવનમાં તું ક્યાંય, જીવનમાં તો અશાંતિ તો વધારીને
દર્દ મટી ગયું જ્યાં જીવનમાં, વળશે હવે શું જીવનમાં, દવા એની મેળવીને
બેસવું પ્રભુના ધ્યાનમાં શાંતિથી, વળશે ઘાઈ ઘાઈમાં સમય કાઢીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)