સીધા સાદા ને સરળ મારા જીવનમાં રે, ઇર્ષ્યાએ તો દાટ વાળી દીધો
બન્યો હું તો ભોગ, અન્યની ઇર્ષ્યાનો, અન્યને ઇર્ષ્યાનો ભોગ બનાવી ગયો
પહોંચી ના શક્યો અન્યની ઊંચાઈને રે જીવનમાં, ઇર્ષ્યા તરફ હું તો વળી ગયો
ઇર્ષ્યાના જોરમાં ને જોરમાં, ના અન્યમાંથી તો, સારું ગ્રહણ કરી શક્યો
ઇર્ષ્યાની આદતમાં તો જ્યાં તણાયો, મારી પ્રગતિ પર તો તાળા મારી ગયો
ઇર્ષ્યાનો ભોગ જેમ જેમ બનતો ગયો, અન્યમાં તો બુરાઈ જોતો થઈ ગયો
ઘર કર્યું જ્યાં ઇર્ષ્યાએ તો હૈયે, ના અન્યને માફી જલદી આપી તો શક્યો
જીવનના તો શાંત જળમાં રે, ઇર્ષ્યાંના તો પથ્થરને પથ્થર નાંખતો રહ્યો
કર્યું ના સારું ઇર્ષ્યાએ તો જીવનમાં, પતનના રાહ પર મને એ ઘસડી ગયો
કરી ના શક્યો મુક્તકંઠે પ્રશંસા અન્યની, ખટકો હૈયે ઊભો એ તો કરી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)