સમય સમય પર બધું તો તું કરતો જા, વીત્યો સમય પાછો આવશે ના
મારશે લાત ભાગ્ય તને સમયની, જીવનમાં કદી તું એ ભૂલતો ના
રહેશે ના સમય તો કોઈના હાથમાં, એ હાથમાંથી સરક્યા વિના રહેશે ના
કરી લીધું સમયમાં જે, દેખાશે એ તો, અફસોસ જગાડયા વિના એ રહેશે ના
કર્યો ઉપયોગ સમયનો, બની જાશે એ ક્યાં, સરક્યો જે, કથીર બન્યા વિના રહેશે ના
સમય છોડશે યાદો એની, છાપ એની એ તો આપ્યા વિના રહેશે ના
સમય સમયનું તો બન્યું છે જીવન, સમય વિનાનું જીવન એ જીવન કહેવાશે ના
જીવનની ગણતરી થાયે સમયમાં, સમયની સમજ રાખ્યા વિના રહેતો ના
કળા સમયની તો છે અનેરી એની, કળામાં ભાન તારું તું ભૂલી જાતો ના
સમય તો જીવનનો સાર છે, સમયમાં જીવનને સમજવું તું ભૂલતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)