Hymn No. 3878 | Date: 10-May-1992
રહી છે ફરતી ને ફરતી નજર જગમાં બધે રે પ્રભુ, દર્શન તારા તોય થયા નથી
rahī chē pharatī nē pharatī najara jagamāṁ badhē rē prabhu, darśana tārā tōya thayā nathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-05-10
1992-05-10
1992-05-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15865
રહી છે ફરતી ને ફરતી નજર જગમાં બધે રે પ્રભુ, દર્શન તારા તોય થયા નથી
રહી છે ફરતી ને ફરતી નજર જગમાં બધે રે પ્રભુ, દર્શન તારા તોય થયા નથી
ક્ષણની પણ ઝાંખી મળી જાય જો તારી, થઈ જાય દૂર અમારા હૈયાંના અંધારા
દિનરાત રહે તું તો સાથે ને સાથે રે પ્રભુ, થાતા નથી દર્શન તોય તમારા
બેસીએ જપવા જ્યાં નામ તમારું, કરી દે છે ત્યાં માયા તો ગરબડ ગોટાળા
મનને તો ફરવું છે માયામાં, મારે રહેવું છે તારામાં, છો તમે તો મને જાળવનારા
કૃપાના બિંદુ પામે રે એવા, માયામાંથી તો છો તમે મારું રક્ષણ કરનારા
ફરતા ને ફરતા રહે નમી જગમાં, કંઈક સમજાય, કંઈક ના સમજાય, છો તમે સમજાવનારા
આવો ના નજરમાં તમે જલદી પ્રભુ, તમે તો છો જગમાં એવા છુપનારા
શોધી-શોધી, ફરી-ફરી, થાકીએ અમે રે પ્રભુ, છો અમને તમે તો થકવનારા
ભક્તિભાવ ભરી આવીએ જ્યાં તમારા ચરણે, છો અમને તમે તો સાચવનારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī chē pharatī nē pharatī najara jagamāṁ badhē rē prabhu, darśana tārā tōya thayā nathī
kṣaṇanī paṇa jhāṁkhī malī jāya jō tārī, thaī jāya dūra amārā haiyāṁnā aṁdhārā
dinarāta rahē tuṁ tō sāthē nē sāthē rē prabhu, thātā nathī darśana tōya tamārā
bēsīē japavā jyāṁ nāma tamāruṁ, karī dē chē tyāṁ māyā tō garabaḍa gōṭālā
mananē tō pharavuṁ chē māyāmāṁ, mārē rahēvuṁ chē tārāmāṁ, chō tamē tō manē jālavanārā
kr̥pānā biṁdu pāmē rē ēvā, māyāmāṁthī tō chō tamē māruṁ rakṣaṇa karanārā
pharatā nē pharatā rahē namī jagamāṁ, kaṁīka samajāya, kaṁīka nā samajāya, chō tamē samajāvanārā
āvō nā najaramāṁ tamē jaladī prabhu, tamē tō chō jagamāṁ ēvā chupanārā
śōdhī-śōdhī, pharī-pharī, thākīē amē rē prabhu, chō amanē tamē tō thakavanārā
bhaktibhāva bharī āvīē jyāṁ tamārā caraṇē, chō amanē tamē tō sācavanārā
|