છે ભૂલોને ભૂલોથી ભરેલો તો આ સંસાર (2)
કર્મોની ભૂલોથી આવ્યાં સહુ જગમાં, છે કર્મોની ભૂલોનું તો આ પરિણામ
ભૂલો વિના વીતતો નથી કોઈ દિવસ, કોઈક ભૂલ તો જ્યાં થઈ જાય
કોઈ પરિણામ આવે વહેલા, કોઈ મોડા, પરિણામ વિના ના એ રાખી જાય
કોઈ પરિણામ આવે ગંભીર, તો કોઈ ખાલી ઘસરકા તો દઈ જાય
કોઈ પરિણામ તો લાચાર બનાવે, કોઈ પરિણામ કાંઈને કાંઈ તો શીખવી જાય
અટકી ના ભૂલો તો જીવનમાં, જીવનમાં તો ભૂલોને ભૂલો તો થાતી જાય
કોઈ સમજાય તો જલદી, કોઈ મોડી, ભૂલો તો જીવનમાં થાતીને થાતી જાય
સાચું પરિણામ તો છે પ્રભુનું, સાંનિધ્ય જીવનમાં એ તો ઠેલાતું ને ઠેલાતું જાય
ભૂલો સુધાર્યા વિના રે જીવનમાં, દર્શન પ્રભુના જીવનમાં તો નવ થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)