રચતો હૈયામાં મારા, માડી કંઈક આશાના મિનારા
નાવડી મારી ખૂબ ઝોલાં ખાયે, ન દેખાતા કિનારા
નાવડી મારી અહીં-તહીં ફરતી, વળી સઢ છે એના ફાટ્યા
હૈયે તોફાન ખૂબ મચ્યાં ને વળી છાયા છે ગાઢ અંધારાં
દિશા ન સૂઝતી ક્યાંય જવાની, તારા દૂર ટમટમતા દેખાતા
નાવડી અહીં-તહીં ઘસડાતી, ખાલી તારલાના છે સથવારા
કહેવું કોને, કોઈ નથી પાસે, નજર ન આવે ક્યાંય અજવાળાં
સાથ દેજે તું તો માડી, પીવરાવી પ્રકાશના પ્યાલા
તારા વિના કોઈ નથી મારું, હૈયે જાગ્યા છે એના ચમકારા
સમજ ટકાવવા દેજે શક્તિ તારી, માથે રાખી હાથ તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)