જોયા જોયા, મોજા સાગરમાં રે, ઘણા તો જગમાં
મારા મનના મોજાને ના તોયે નીરખી શક્યો
જોયા જોયા જગમાં કંઈકને તણાતા, સાગરના જળમાં ને નદીના નીરમાં
મારા હૈયાંના ભાવમાં, તણાયા વિના ના રહી શક્યો
જોયા લક્ષ્મીના કંઈક ભંડારો, જીવનમાં તો એને જોવા
મારા અંતરના ખજાનાને, જીવનમાં તો ના હું નીરખી શક્યો
જોયા જોયા જગમાં કંઈક જ્ઞાનના ભંડારો તો જીવનમાં
મારા અંતરમાં છુપાયેલા જ્ઞાનના ભંડાર સુધી ના પહોંચી શક્યો
જોઈ જોઈ પ્રેમની સરિતા તો વહેતી કંઈકના તો હૈયાંમાં
મારા હૈયાંમાં પ્રભુ, પ્રેમની સરિતા ના હું જગાવી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)