જાણી લે રે તું, જાણી લે રે તું, જાણી લે
જીવનમાં રે તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે
નાચી વૃત્તિઓના નાચમાં, જીવન તેં વિતાવ્યું
ઉપાધિ વિના, જીવનમાં હાથમાં બીજું કાંઈ ના આવ્યું
વાસનાના સંગમાં, રહી ના શક્યો જીવનમાં તું ઉમંગમાં
માયામાં મદહોશ બનીને, ભૂલ્યો રે જીવનમાં રે
સાથે રહેવા છતાં, સાધી ના શક્યો સંપર્ક એનો જીવનમાં
કામકાજમાં, હરેક વાતમાં, અહંને લાવ્યો સદા તું વચમાં
વેરભાવ ના વીસરી, ક્યાંથી પડી શકીશ તું પ્રભુપ્રેમમાં
ડૂબશે ના જો અહં તારો, છૂટશે ના વાસના, અટવાશે તું જનમફેરામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)