દૂરને દૂર (2) રહ્યાં છો પ્રભુ કેમ તમે મારાથી તો દૂર ને દૂર
કર્યું છે એવું મેં શું, જીવનમાં બની ગયા છે, મારા કાજે આવા રે ક્રૂર
છીએ અમે માંદલા ને માયકાંગલા, જીવનમાં અમે તો જરૂર
શાને દેખાડો છો, અમારા ઉપર તમે આવું તો શૂર
જાગતાને જાગતા, ઊઠતાંને ઊઠતાં અમારા હૈયે, તમારા કાજે ભાવના પૂર
બનાવી દીધાં છે, થયા છીએ અમે સંજોગોથી તો મજબૂર
અમારા પ્રેમથી બનાવી દેશું, અમે ભી તને તો મજબૂર
જીવન હશે અમારું તો જેવુંને જેવું, જાણીએ છીએ અમે તો એટલું
લેશું જ્યાં નામ તમારું પ્રેમથી બની જાશે, જીવન અમારું ત્યાં સુમધુર
ભલે મળ્યા નથી અમે રે તને, ખોઈ નથી હૈયેથી હામ તો અમે
છે હૈયે હામ તો ભરી, એક દિવસ મળશું આપણે જરૂર
કર્યા છે ગૂના જીવનમાં તો ઘણા, છે હૈયે અમારા આશા તો ભરી
કરી દેશે માફ, દેશે અમને માફી, કરશે માફ અમારા બધા કસૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)