કદી હું તને, હે `મા' કહી પુકારું, કદી તને બીજા નામથી પુકારું
પુકારતો રહ્યો છું એક નવા નામથી તને, કરું છું વિનંતિ સ્વીકારજો એની
સદા જીવનમાં કહેતો રહ્યો છું, એ...મા શું થયું, એમાં તો શું થયું
કરતોને કરતો ગુનાઓ જીવનમાં, કહેતોને કહેતો રહ્યો એમા તો શું થયું
એમાંને એમાં તો જીવન, વિનિપાતમાં, ઘસડાતું ને ઘસડાતું ગયું
એમાંને એમાં તો એના એના અનુભવોના, પ્રદેશમાં પહોંચી જવાયું
કૂદકે ને ભૂસકે ઊછળતા રહ્યાં ઉછાળા, તણાતો ગયો એમાં, કહેતો ગયો એમાં શું થાય
ફેંકાતોને ફેંકાતો ગયો આદતમાં જીવનમાં, અટક્યો ના જીવનમાં તો એમાં
પરિણામો નોતર્યા એના તોયે, લાગ્યું એમાં તો શું થયું, એમાં તો શું થયું
તૈયારી ના હતી છેડે પહોંચવાની, ભાવો ને ધરાઓ ઘસડી ગયો જોતું
તોયે છૂટયું ના દિલથી મારું, કહેતો ગયો, એમાં તો શું થયું
ભૂલ્યા ના શાન ભાન જીવનમાં, રહ્યાં જ્યાં અધકચરા ભાનમાં ને ભાનમાં
કર્યા કાર્યો અધકચરા જીવનમાં, રહેતો રહ્યો તોયે, એમાં તો શું થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)