વિરોધોને વિરોધો રહ્યાં જીવનભર, તો રોકતાં ને રોકતાં મને
વધવા નથી દેતા જીવનમાં એ તો, આગળને આગળ એ તો મને
ચાલુ જીવનમાં જ્યાં જ્યાં આગળ, ખેંચ્યા વિના રહ્યાં નથી એ મારા પગને
લઈ નીકળ્યો હતો સાથ તો જેનો, કરવા જીવનમાં જેના રે સામના
જોઈ રૂપ સામનાનું, સરકી ગયા, અધવચ્ચે એ તો મૂકીને મને
કરતો રહ્યો સામનો જીવનમાં, મારી ને મારી શક્તિને જગાડીને
કરતાને કરતા સામનો, નબળો વિશ્વાસ, પલટાઈ ગયો દૃઢ બનીને
વધતુંને વધતું ગયું બળ એમાં મારું, કરી શક્યો વાર બધા વિરોધોનો
પ્રગટયું નવું એક સુદૃઢ ચિત્ર, નવી દૃઢતાની રૂપરેખા એ તો લઈને
વધતોને વધતો ગયો આગળને આગળ, જીવનમાં બધા વિરોધોને હડસેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)