Hymn No. 548 | Date: 06-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-06
1986-10-06
1986-10-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11537
ઝંખી ઝંખી હું તો ઝૂરી રહ્યો, દર્શન તારા હજી થયા નથી
ઝંખી ઝંખી હું તો ઝૂરી રહ્યો, દર્શન તારા હજી થયા નથી વિયોગે હું તો તડપી રહ્યો, તોયે હૈયે ભાવ પૂરા જાગ્યા નથી કોશિશ ઘણી હું તો કરતો રહ્યો, કૃપા તારી સમજ્યો નથી આવ્યો છું જ્યાં હું જગમાં, જગની માયા હજી છૂટી નથી સંસારમાં હું ઘણો ખૂંપી ગયો, સંસાર હૈયેથી છૂટયો નથી કીધા કર્મો હું ભોગવી રહ્યો, કર્મો મારા હજી તૂટયા નથી રહ્યો હું તો એવો ને એવો, હજી હું તો સુધર્યો નથી કહેવું તને શું હવે તો માડી, આદત મારી હું તો ભૂલ્યો નથી રસ્તે હું તો અટવાતો રહ્યો, રસ્તો સાચો મને સૂજ્યો નથી દીધું તેં તો મુજને ઘણું, માગવાનું હજી હું તો ચૂક્યો નથી માગતો હું તો સદા રહ્યો, માગતાં હું તો અટક્યો નથી આશા હૈયે ભરી છે ઘણી, હજી હું તો સફળ થયો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jhakhi jankhi hu to juri rahyo, darshan taara haji thaay nathi
viyoge hu to tadapi rahyo, toye haiye bhaav pura jagya nathi
koshish ghani hu to karto rahyo, kripa taari samjyo nathi
aavyo chu jya hu jagamam, jag ni maya haji chhuti nathi
sansar maa hu ghano khumpi gayo, sansar haiyethi chhutyo nathi
kidha karmo hu bhogavi rahyo, karmo maara haji tutaya nathi
rahyo hu to evo ne evo, haji hu to sudharyo nathi
kahevu taane shu have to maadi, aadat maari hu to bhulyo nathi
raste hu to atavato rahyo, rasto saacho mane sujyo nathi
didhu te to mujh ne ghanum, magavanum haji hu to chukyo nathi
magato hu to saad rahyo, magatam hu to atakyo nathi
aash haiye bhari che ghani, haji hu to saphal thayo nathi
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is in self realising and introspecting his devotion as still he is unable to view the Lord. So he is becoming quite eager and impatient to view the Divine and elaborating on the pains which he is going through
Kakaji is requesting
Longing and waiting since quite long time, I am tired still I have not got your vision.
I am suffering due to weaning, but still in your heart no warmth and hopes have arisen.
I am trying a lot again and again but couldn't understand your grace.
From where I have come in this world, the love for the world is still not released.
I got lost in this world but this world, has not left from my heart.
I am still suffering my Karma's (deeds), my Karma (Deeds) has not broken yet.
I have still remained the same, I have not improved still.
What shall I tell you now O' Mother! I haven't forgotten my habits.
I was stuck on the road, I have still not got the correct road.
You have always given me a lot, I have never failed to ask.
I frequently have kept on demanding, never did I stuck while demanding.
There are lot of hope's filled in my heart but I have not succeeded yet.
|