અંત સમય જાણતો નથી જ્યારે, હર સમય જાણજે તું અંતકાળ
તૈયારી સદા તું રાખજે એની, જોજે કદી એ ન ભુલાય
આવ્યો ક્યાંથી, જાશે ક્યાં તું, નથી ખબર તેની જરાય
જગમાં તું કરી એવું જાજે, ખોટ સદા તારી વરતાય
પુણ્યપંથનો પ્રવાસી બનજે, પાપથી દૂર રહેજે સદાય
સત્યને સદા વળગી રહેજે, નિંદમાં પણ અસત્ય ન બોલાય
જાગૃતિ તું રાખજે એવી, પળ પળનો હિસાબ દઈ શકાય
અજબ આ જગનું છે લેણું, દઈ દઈને મુક્ત થવાય
એક ને એક દિન, જગ છોડી જાશે તું, મીનમેખ ન થાય
જીવન જીવજે તું તો એવું, છોડતા હૈયું ભારે ન બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)