બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, સત્ય જીવનમાં ભરવું છે
બ્રહ્મનો અંશ તો તું છે પોતે, સત્ય આ અનુભવવું છે
કર્તા કર્મની તો છે માતા, કર્તાપણું વિસરવું છે
ભાવની ભોકતા છે તો માતા, નિજભાવ ભાવથી ધરવા છે
સદા શક્તિ વિસ્તરી રહી જગમાં, સંતાન શક્તિનું બનવું છે
વિચાર, કર્મો ધર્યા ચરણે એને, વિચાર મનમાં એના ભરવા છે
સુખદુઃખમાં સમતોલ રહી, સ્મરણ `મા’ નું નિત્ય કરવું છે
આનંદસાગર છે તો `મા’ ના, આનંદમાં સદા ડૂબવું છે
કરુણાસાગર છે તો માતા, કરુણા એની અનુભવવી છે
દીનદયાળી છે એ તો દાતા, દાન દયાના એના લેવા છે
કર્તા, હર્તા સદા છે તો માતા, સત્ય આ સદા સમજવું છે
પ્રેમથી સદા પુકારી એને, પ્રેમથી તન્મય બનવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)