Hymn No. 686 | Date: 23-Jan-1987
|
|
Text Size |
 |
 |
1987-01-23
1987-01-23
1987-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11675
સંપમાં કુસંપની, ચિનગારી તો જ્યાં લાગી ગઈ
સંપમાં કુસંપની, ચિનગારી તો જ્યાં લાગી ગઈ લેજે સમજી તું જરા મનમાં, કઠણાઈ કર્મની તો બેસી ગઈ હૈયેથી વિશ્વાસ ગયો છૂટી, બોલબાલ અવિશ્વાસની થઈ ગઈ હૈયે આશાની હત્યા થઈ, વાદળી નિરાશાની છાઈ ગઈ પ્યાર હૈયેથી ગયો ભાગી, જ્વાળા હૈયે વૈરની જલી ગઈ પાસા સવળા ગયા અટકી, પરંપરા અવળાની શરૂ થઈ ગઈ વાતે વાતે ક્રોધ જાગે, આંખે ઇર્ષા સળવળી ગઈ રહ્યું છે હૈયું તો સંકોચાઇ, ભલમનસાઇ હૈયેથી ભાગી ગઈ કામ હૈયે તો સળગી રહ્યો, હૈયાની નિર્મળતા હરાઈ ગઈ ના સૂઝે હૈયામાં તો સાચું, ખોટામાં તું ડૂબી ગયો ભાઈ બોલતાં તો સત્ય હૈયું ડરે, અસત્યથી ગયું છે લપેટાઇ કરે હૈયું સદા માયાનું રટણ, નામ `મા' નું ગયું છે વિસરાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sampamam kusampani, chinagari to jya laagi gai
leje samaji tu jara manamam, kathanai karmani to besi gai
haiyethi vishvas gayo chhuti, bol baal avishvasani thai gai
haiye ashani hatya thai, vadali nirashani chhai gai
pyaar haiyethi gayo bhagi, jvala haiye vairani jali gai
paas savala gaya ataki, parampara avalani sharu thai gai
vate vate krodh jage, aankhe irsha salavali gai
rahyu che haiyu to sankochai, bhalamanasai haiyethi bhagi gai
kaam haiye to salagi rahyo, haiyani nirmalata harai gai
na suje haiya maa to sachum, khotamam tu dubi gayo bhai
bolatam to satya haiyu dare, asatyathi gayu che lapetai
kare haiyu saad maya nu ratana, naam 'maa' nu gayu che visaraai
Explanation in English
In this bhajan, Pujya Kaka (Satguru Devendra Ghia) is describing the after effects of dissension, on mind, heart and psyche.
He is saying...
When in unity, flames of dissension starts burning, then understand in your heart that bad effects of your karma (action) has set in.
Trust from heart has disappeared and babbling of distrust has appeared.
The hope has died and cloud of disappointments has spread.
Love has walked away from the heart, and flames of revenge has engulfed you mind.
All straightforwardness has been destroyed and traditions of crookedness has begun.
Anger crops up every step of the way and jealousy is crawling in the eyes.
Heart has shrivel in doubts and innocence has disappeared from the heart.
Temptation has fired up the heart and purity of heart is lost.
Cannot think straight and heart is engrossed in wrongs.
Heart is scared of speaking the truth, and it is wrapped up in all lies.
Heart is chanting name of only illusion, and name of Divine Mother is forgotten,
Kaka (Satguru Devendra Ghia) is explaining that when unity is broken then there are detrimental effects. One must learn to live in harmony.with nature, people and surroundings on the the outside. And one should create harmony in the thoughts, beliefs, actions and speech on the inside. Harmony plays the music of Divine. Symphony is created only when there is union with Divine. Unity represents strength, God and dissension represents weakness, demons. One must consciously establish unity with God, since a soul is already a part of Supreme Soul. Unity just needs to be invoked.
|