ઢાંક પિછોડો કરશો કર્મો પર, ચાલશે એ તો કેટલા દહાડા
કરશો કોશિશ છેતરવા અન્યને, પ્રભુ તો નથી કદી છેતરાવાના
પળેપળની જાણ તારી છે એને, કર ના કોશિશ એને ઠગવાના
હિસાબ છે પૂરો તારો એની પાસે, પડશે તારે તો એ ચૂકવવાના
મોકા તો તને એ તો દેતો આવ્યો, સદા તો સુધરવાના
ચૂકજે ના મોકા, જોજે આવે ના દિન તારે પસ્તાવાના
ખોટા ખયાલોમાં રહેતો ના કદી, પ્રભુ નથી એથી છેતરાવાના
પડશે અદીઠ લાકડી જ્યાં એની, ઊડશે હોશકોશ તો તારા
પ્રભુ સદા છે તો દયાળુ, ના ચૂક્તો મોકા દયા પામવાના
બનશે હૈયું જ્યાં નિર્મળ તારું, દયા જરૂર એ તો વરસાવવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)