સમજ ઇશારો તું કુદરતનો, થોડામાં કહી જાયે ઘણું ઘણું
સપડાશે જો તું માયામાં, બનશે નીકળવું એમાંથી તો અઘરું
રાતદિવસ ગૂંથાશે એવો, વીતશે સમય, સમજાશે નહિ
સમજાશે કિંમત જ્યારે એની સમય હાથમાં તો રહેશે નહિ
દીધી છે બુદ્ધિ, ઇશારો પણ દેતી, વિચારી લેજે તું એ સમજી
મન તો દીધું છે મોટું, દેજે તો બધું એમાં સમાવી
વાત કરવા તો તને વાચા દીધી, કરજે ઉપયોગ તું તોલી તોલી
કર્મો કાજે તો તને હાથ દીધા છે, કરજે કર્મો તો સદા વિચારી
હૈયામાં તો ભાવ દીધા છે, સમજી લે પ્રભુ કાજે દીધી સીડી
સમજશે જો સાચો ઇશારો, જાશે તો મસ્તક સદા નમી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)