Hymn No. 699 | Date: 07-Feb-1987
|
|
Text Size |
 |
 |
ઘસડાઈ વિકારે જગમાં ફર્યો ખૂબ તું, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું ભરાઈ ક્રોધે, મેળવ્યા તો તે ઝઘડા, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું ડૂબી કામમાં, ખોઈ તે તો જિંદગી, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું લપટાઈ લોભે, ભૂલ્યો તું માણસાઇ, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું લલચાઈ મોહમાં, ભૂલ્યો તું તો સચ્ચાઈ, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું છકીને મદમાં, રહ્યો સદા તું બ્હેકી, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું જલીને ઇર્ષ્યામાં, હોળી હૈયે તો સળગી, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું સુકાઈ હૈયે જ્યાં તો દયા, ક્ષમા ભાગી ત્યાંથી, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું ડૂબીને ક્રૂરતામાં, માનવતાને તેં તો રહેંસી, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું જગમાં ફરી ફરી, ખોઈ જિંદગી, ના મેળવ્યું કંઈ, આખર તો તેં મેળવ્યું શું, ખોયું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|