Hymn No. 709 | Date: 16-Feb-1987
|
|
Text Size |
 |
 |
ફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજે, તુજ ચરણથી માડી હટવા એને ના દેજે દેવું હોય તો આટલુંજ દેજે માડી, નહિતર હાથ મારા, માડી ખાલી રાખજે વિશુદ્ધ એવી માડી, તારી દૃષ્ટિ દેજ, હૈયેથી કૂડકપટ સદા હટાવી દેજે - દેવું... લોભ મોહના મારથી ભાંગી ન પડું જોજે, શક્તિ તારી સદા હૈયે એવી ભરજે - દેવું... નિર્લેપ રહી કર્મો કરવા દેજે, ભક્તિથી સદા હૈયું મારું ભરી દેજે - દેવું... અમાપ એવું તારું જ્ઞાન છે માડી, જ્ઞાન હૈયે મારે સાચું તું ભરી દેજે - દેવું... વૈર હૈયે કોઈથી ન જાગે, હૈયું શુદ્ધ, પ્રેમથી સદા ભરી દેજે - દેવું... માયા તારી નિહાળું ભલે, બંધન માયાના હૈયેથી હટાવી દેજે - દેવું... દિનરાત તને રહું રટતો, હૈયે તો નામ તારું સ્થાપી દેજે - દેવું... ના ભૂખ્યો રહું, ના રાખું અન્યને, શક્તિ મુજમાં એવી ભરી દેજે - દેવું... ચંચળતા ચિત્ત સદા હરી લેજે, હૈયે મારા શુદ્ધ પ્રેમ ભરી દેજે - દેવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|