ગર્જ્યો, ગર્જ્યો અહંમાં રાચી હું તો ગર્જ્યો બહુ
કરવા જેવું કર્યું ના કદી, ના કરવા જેવું કર્યું બહુ
પ્રેમ તણા મૂલ્યો ચૂક્યો, વેર સદા કરતો રહ્યો બહુ
દયાનું તો નામ વિસર્યો, ક્ષમાથી ભાગતો રહ્યો બહુ
મિત્રતાને તો ઠોકર મારતો, સદા ક્રોધભર્યો હૈયે બહુ
અપમાન સદા સાથી બન્યો, દેતો રહ્યો સાથ એ તો બહુ
લાલચે સદા લપટાતો રહ્યો, ડૂબતો રહ્યો તો લોભમાં બહુ
સાચને તો સદા વિસર્યો, અસત્યમાં રાચી રહ્યો બહુ
અજ્ઞાનને જ્ઞાન સમજ્યો, મુજને જ્ઞાની સમજી રહ્યો બહુ
ડૂબતો ડૂબતો એવો ડૂબ્યો, ડૂબ્યો એમાં હું તો બહુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)