Hymn No. 749 | Date: 20-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-20
1987-03-20
1987-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11738
ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના, આંસુઓની કિંમત તો એ શું જાણે
ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના, આંસુઓની કિંમત તો એ શું જાણે વિંધાયા નથી `મા' ના પ્રેમથી હૈયા જેના, `મા' ના પ્રેમની કિંમત તો એ શું જાણે દયાથી દ્રવ્યા નથી કદી હૈયા જેના, દયાહીન એવા દયા તો શું કામ માગે કર્યું ભેગું રાખી હાથ ખાલી અન્યના, કઠણદિલ એવા, `મા' પાસે તો શું કામ માગે કર્યું નથી ભલું અન્યનું, કદી તો જગમાં, ખુદનું ભલું એ તો ક્યાંથી પામે ચૂસી લોહી અન્યનું, રાજી રહ્યાં સદા એમાં, ક્રૂર ને નિષ્ઠુર એવા કૃપા `મા' ની ક્યાંથી પામે અન્યને મળી, હરખાયા નથી હૈયા જેના, મુલાકાત એની `મા' ની સાથે ક્યાંથી થાયે `મા' ના પ્રેમમાં પાગલ બન્યા નથી હૈયા જેના, પાગલપણાનો આનંદ એ ક્યાંથી પામે દૂર રહી અને રાખ્યા અન્યને તો ખુદથી, નિકટતા અન્યની એ ક્યાંથી પામે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhinjay nathi ansuothi nayano jena, ansuoni kimmat to e shu jaane
vindhaya nathi 'maa' na prem thi haiya jena, 'maa' na premani kimmat to e shu jaane
dayathi dravya nathi kadi haiya jena, dayahina eva daya to shu kaam mage
karyum bhegu rakhi haath khali anyana, kathanadila eva, 'maa' paase to shu kaam mage
karyum nathi bhalum anyanum, kadi to jagamam, khudanum bhalum e to kyaa thi paame
chusi lohi anyanum, raji rahyam saad emam, krura ne nishthura eva kripa 'maa' ni kyaa thi paame
anyane mali, harakhaya nathi haiya jena, mulakata eni 'maa' ni saathe kyaa thi thaye
'maa' na prem maa pagala banya nathi haiya jena, pagalapanano aanand e kyaa thi paame
dur rahi ane rakhya anyane to khudathi, nikatata anya ni e kyaa thi paame
Explanation in English
One who hasn't even cried over or felt the pain of others, how one will ever understand the importance of a tear!
One who hasn't pierced Maa's heart with their love or longing, how one will ever understand or feel Maa's eternal love!
One who hasn't been kind towards others, how such a ruthless person will ever ask for kindness from Maa!
One who has selfishly collected so much in life leaving others empty handed, how such a hard hearted person, will ever ask for anything from Maa!
One who hasn't done any good for bothers, how one will ever get any good in life!
One who harasses others and feel happy about it, how such a cruel person, will ever get grace from Maa!
One who doesn't feel happy and joyous meeting others, how one will ever get to meet Maa!
One who is not madly in love with Maa, how one will ever feel the pleasure of this madness!
One who stays away from everyone, how one will ever get closeness from others!
Kaka (Satguru Devendra Ghia) is explaining that what you give in life, you will receive back same and much more. So, if you give love, you will get more and more love......and so on
|