Hymn No. 806 | Date: 18-May-1987
|
|
Text Size |
 |
 |
વિશ્વમાં વહી રહ્યો છે, `મા', પ્રણવ મંત્ર તારો, અણુ અણુમાં ગુંજી રહ્યો છે, પ્રણવ મંત્ર તારો હૈયે હૈયે, ધડકી રહ્યો છે, `મા', પ્રણવ મંત્ર તારો, શ્વાસે શ્વાસ બોલી રહ્યાં છે, પ્રણવ મંત્ર તારો રોમેરોમ વ્યાપી ગયો છે, પ્રણવ મંત્ર તારો, પ્રકૃતિમાં તાલ પાડી રહ્યો છે, પ્રણવ મંત્ર તારો માનવ તો આજ જપી રહ્યો છે, પ્રણવ મંત્ર તારો, સુષુપ્તને જગાવી રહ્યો છે, આ પ્રણવ મંત્ર તારો ઋષિ મુનિઓની મૂડી તો છે, પ્રણવ મંત્ર તારો, પ્રાણોમાં તો પ્રાણ પૂરે છે, પ્રણવ મંત્ર તારો ઝરણેઝરણાં જપી રહ્યાં છે, પ્રણવ મંત્ર તારો, આ બાળ જપી રહ્યાં છે, પ્રણવ મંત્ર તારો માયાની જાળ તોડી રહ્યો છે, પ્રણવ મંત્ર તારો, અદ્દભુત શાંતિદાયક તો છે, પ્રણવ મંત્ર તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|