કરી એકાગ્ર ચિત્ત, માર ડૂબકી તું નિજ આતમમાં
મળશે તને અતૂટ સુખ, નહિ મળે તને જે જગમાં
મળશે આનંદનો ભંડાર તને ત્યાં, ના મળશે બીજે ક્યાં
ફરે છે બીજે બધે ક્યાં, ભર્યું છે સર્વ કંઈ તો તુજમાં
દેતા નહિ ખૂટે એ, વહેંચીશ ભલે બધે તું એ જગમાં
મળશે ચાવી એની, વર્ષોથી ભર્યો છે એ તો તુજમાં
અજાણ ના રહેજે તું એનાથી, કર ઉપયોગ તું સદા
દોડાદોડી બંધ થાશે તારી, થાશે શક્તિનો સંચય તુજમાં
વિકારોના જાળા સાફ કરી, પહોંચજે ત્યાં તું તો સદા
પ્રભુ તને તો મળી જશે, વસ્યો છે સદા એ તો તુજમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)