Hymn No. 810 | Date: 23-May-1987
|
|
Text Size |
 |
 |
સંસારી જીવડા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી સ્વાર્થમાં તો ડૂબ્યા છીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી ભક્તિને પણ જોખીયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી સહન ખોટ ભલે કરીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી કરીએ ભલે બધું અમે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી સાથ અમે તો દઈએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી કર્મો તો સદા કરીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી પાપ-પુણ્યને પણ જોખીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી ઓળખાણને ખાણ કહીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી પ્રભુને પણ અમે જોખીએ રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી નફા નુકસાન વિના ના સૂઝે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી ગોથાં તો અમે ખાઈયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી ખાઇએ અને પીયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી જીવન અમે તો જીવીયે રે, તોલીએ બધું, તો નફા ને નુકસાનથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|