Hymn No. 857 | Date: 18-Jun-1987
|
|
Text Size |
 |
 |
તું કાળી ભી ને ગોરી ભી, તું ઊંચી ભી ને નીચી ભી તું શું નથી મા, એ તો સમજાતું નથી તું પાસે ભી ને દૂર ભી, ક્યાં ક્યાં નથી `મા' એ તો સમજાતું નથી તું તો જડમાં ભી ને ચેતનમાં ભી, તું ક્યાં નથી `મા' એ તો સમજાતું નથી તું નર ભી છે ને નારી ભી છે, તું શું નથી `મા' એ સમજાતું નથી તું પાલનકર્તા ને મારણકર્તા ભી તું, તું શું ના કરે `મા' એ સમજાતું નથી તું સૃષ્ટિ સર્જનકારી ભી, તું પ્રલયકારી ભી તું, તું શું નથી એ તો સમજાતું નથી, તું દાનવમાં ભી, તું દેવમાં ભી, તું સંતમાં ભી તું, તું ક્યાં નથી એ તો સમજાતું નથી, તું ક્રોધમાં ભી, તું પ્રેમમાં ભી તું, તું ક્યાં નથી એ તો સમજાતું નથી, તું ધરતીમાં તું, આકાશમાં તું, ક્યાં નથી એ તો સમજાતું નથી, તું પાપમાં ભી તું, પુણ્યમાં ભી તું, તું શું નથી એ તો સમજાતું નથી, તું કૃપાએ તારે, અહંને ડુબાડે, તું શું કરે ના કરે એ તો સમજાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|