રાખ ના ને રહેતો ના, એવી આશાઓમાં જીવનમાં રે તું જગમાં રે તું
કોઈ તારું થાશે, ને કોઈ તારું રહેશે
સ્વાર્થની પાંખો ફફડાવી ફફડાવી ઊડતા રહેશે, સ્વાર્થની પાછળ સહુ
છે અસ્તિત્વ સહુને પોતાનું વ્હાલું, ના કોઈ એ છોડી શકશે, ના છોડવાનું
સાચવીશ ભલે મનથી પ્યારા ગણીને, ના હશે સહેલું એને સાચવવાનું
બની ના શક્યો જ્યાં તું કોઈનો, આશા રાખે છે શાને, બનશે તો કોઈ તારું
આવ્યા ના જગમાં કોઈ કોઈની સાથે, ના જગમાં કોઈ કોઈની સાથે જવાનું
રહ્યાં નથી વિચારો તારા, કાયમ તારી સાથે, વિચાર બીજાના સાથે ના રહેવાના
ભાગ્ય તારું પણ રહ્યું ના જ્યાં તારા હાથમાં, બીજું કોણ તારી સાથે રહેવાનું
રહી રહીને સમયમાં રે તું, સમય જાશે વહેતો, વળશે ના કાંઈ તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)