Hymn No. 5702 | Date: 05-Mar-1995
|
|
Text Size |
 |
 |
સખી કરું મારી રે શી વાત, ગઈતી પાણી ભરવા પનઘટને ઘાટ આવી ચોરી ચોરી દે મટકી ફોડી, દે કદી જમુના જળમાં એને વહાવી રહે જોઈ જોઈ એને રે એ તો, રહે મંદ મંદ મુશ્કાઈ જોઈ જોઈ મંદ મંદ એનું મુશ્કાન, હરી લે બધું મારું એ તો સાનભાન કાનુડો તોયે મને વ્હાલો લાગે છે, કાનુડો મને વ્હાલો લાગે છે કરું જશોદામૈયાને ફરિયાદ, રહે નયનો પનઘટે, તોયે કાનુડાની વાટ સખી ના એ તો સહ્યું જાય, ના કાનુડાને છોડાય - કાનુડો તોયે... એનો મંદ મંદ થનગનાટ જોઈ, વ્યાપે હૈયાંમાં ત્યારે મીઠો ગભરાટ - કાનુડો તોયે... મળે ના નજર દિનમાં જો એકવાર, જગ સૂનું સૂનું ત્યાં લાગી જાય - કાનુડો તોયે... કૂંજ કૂંજમાં તો જ્યાં એ છુપાઈ, દર્દ હૈયાંમાં ત્યાં ઊભું એ કરી જાય - કાનુડો તોયે... છે આ મારા હૈયાંની રે વાત, કર હવે તારા હૈયાંની ભી તું વાત - કાનુડો તોયે... મંદ મંદ મુશ્કાઈ, કરી બીજી સખીએ ત્યારે વાત, સાંભળ મારી રે વાત - કાનુડો તોયે... નથી કાંઈ જુદા મારા હૈયાંના હાલ, તારી જબાન કરી ગઈ મારી વાત - કાનુડો તોયે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|