મનના રે મણકા, ફેરવજે તું એવા, દોડયા આવે પ્રભુ તને રે મળવા
ફેરવ્યાને ફેરવ્યા એવા તેં કેવા પ્રભુ, હજી નથી આવ્યા તને તો મળવા
છોડ બધી હવે આગલી પાછલી, છોડ બધી એની સાથેની લેવા-દેવા
ફેરવવા માંડ મણકા હવે તો તું એવા, આવવું પડે પ્રભુએ તને તો મળવા
છોડવા પડે તો છોડજે, જગના મીઠાં મેવા, ફેરવજે મણકા તું તો એવા
એકવાર ભી ફેરવીશ મણકા જ્યાં તું સાચા, મળશે પ્રભુના મીઠાં લહાવા
તૈયાર ના થાતો, દોડી ના જાતો જીવનમાં, અન્યને તો દુઃખ દેવા
ઝરશે મણકે મણકે અમૃત પ્રભુનું, ભૂલતો ના એને તો જીવનમાં પીવા
મણકે મણકે ચડશે જ્યાં નામ પ્રભુનું, થાશે ભલું તારું, કરજે તું જાણી સેવા
સુખદુઃખના ભંડાર પ્રભુના તો છે ખુલ્લા, વિચારીને માંડજે એમાંથી તું લેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)