ક્યાં જવું હતું, ક્યાં જઈ ચડયા, ક્યાં પહોંચી ગયો રે તું
તને તું શું સમજી રહ્યો છે, તને તું શું માની બેઠો છે
ના જાણકાર છે તું, કરે છે જીવનમાં તોયે જાણકારીના દાવા
કેમ તોયે જીવનમાં, અથડાતો ને અથડાતો રહ્યો છે રે તું
ખાધી કંઈક પછડાટો જીવનમાં, આવ્યો કંઈકની અસર નીચે તો તું
થાવું ના હતું દુઃખી તો જગમાં, તોયે જીવનમાં દુઃખી થાતો રહ્યો છે તું
માર ને માર ખાતો રહ્યો છે તું જીવનમાં, પીધા ના પ્યાલા સફળતાના
રહ્યાં ઘૂંટતા સાથીઓ તારા સામનામાં, રહ્યો એકલો સામનામાં તો તું
ચાહી જિંદગી ઉપાધિ વિનાની, ઉપાધિઓથી ભરી દીધી જિંદગીને તોયે
કરે કદી નાક લાંબું, કદી નાક ઘસાય તારું, એ ના સમજે તું
અંદાજ છે ખોટો તારી સમજનો ને તાકાતનો, ભોગવે છે પરિણામો એના તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)