જેણે કાંઈ કરવું નથી, બહાના ગોત્યા વિના રહેવાનો નથી
કરવું જેણે કાર્ય પૂરું જીવનમાં, બહાના ગોતવા એ કાંઈ બેસતો નથી
પરિણામોથી જે વાકેફ નથી, એમાં એ, ધસ્યા વિના તો રહેવાનો નથી
જેણે અન્ય સાથે તો ભળવું નથી, દૂરને દૂર સહુથી રહ્યાં વિના રહેવાનો નથી
દુનિયાના રંગ જીવનમાં જેણે જોયા નથી, લપેટાયા વિના એ રહેવાનો નથી
અંદાજના આંકડા જેના સાચા નથી, પરિણામ ધાર્યું એને તો મળતું નથી
આશાઓ પૂરી બધી, જગમાં કોઈની થાતી નથી, આશાઓ જગમાં કોઈએ છોડી નથી
દુઃખ દર્દને દાવત કોઈ દેતું નથી, દુઃખ દર્દમાં પડયા વિના કોઈ રહેતું નથી
શું કરવું, શું ના કરવું તો સમજ્યા નથી, સમજણના દાવા તોયે છોડયા નથી
અહં જીવનમાં જેણે છોડયું નથી, નાક વચ્ચે એનું આવ્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)