રહ્યો છું હું પૂજતોને પૂજતો, હૈયાંમાં તો મારા એક મૂર્તિ
છે રે પ્રભુ, એ મનોહર મૂર્તિ તો તારીને તારી
મળતાંને મળતાં રહે છે એમાંને એમાં તો દર્શન તો તારું ને તારું
દર્શન વિના રે એના, જીવનમાં દઉં ચેન મારું તો ગુમાવી
કરી ના શકું એના વિના કામ મારું, રાખું સદા સાથમાં એને મારી
ઘડી ભી ના અલગ મારાથી એને કરું, સદા એની સાથમાં રહું
સુખદુઃખની વાત સદા હું તો એને કરું, કહી સદા હળવોફૂલ બનું
રહી રહી સાથેને સાથે જીવનમાં, જે જે કરું, સાક્ષી તને એનો બનાવું
દૂર નથી એ મારાથી, નિત્ય અનુભવ એનો કરતોને કરતો રહું
શું કામ મોટું, કે શું કામ નાનું જીવનમાં, રહે ના કદી એનાથી અજાણું
કરું જે વિચાર, પહોંચે પહેલો એની પાસ, છે એના વિના બીજું કોણ મારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)