ઝાઝું નથી ભલે રે પાસે, છે એ ભી તો કાંઈ થોડું નથી
કરીશ ઉપયોગ સમજીને, મહામૂલું બન્યા વિના રહેવાનું નથી
કિંમત સમજ્યા વિના ખર્ચે ગયો, રડવાથી કાંઈ એમાં વળવાનું નથી
કરી ના શક્યો કાંઈ તું ભેગું, આદત બદલ્યા વિના એ થવાનું નથી
સમજીશ જ્યાં તું સાચું, થોડું પણ ઝાઝું બન્યા વિના રહેવાનું નથી
ગયું એ ગયું, હવે એ હાથમાં નથી, થોડી પણ અસર પડવા દેવાની નથી
જેમ જે હાથમાંથી તો એ ગયું, બીજું એવી રીતે તો જ્યાં દેવું નથી
રહી અંધારામાં જેમ એ વિતાવ્યું, જાગૃત રહ્યાં વિના ચાલવાનું નથી
હોય ભલે હાથમાં બાકી તો એ, વ્યર્થ હવે એને તો ગુમાવવું નથી
વર્તીશ જ્યાં તું આ રીતે, થોડું પણ ઝાઝું બન્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)