દેજો રે મને કોઈ એનું તો સરનામું, બતાવજો કોઈ મને એનું તો ઠેકાણું
જેના ચરણમાં સોંપી શકું જગમાં, મારા જીવનનું તો નજરાણું
જેના ચરણમાં દેવું છે સોંપી તો બધું, સોંપી દેવું છે અસ્તિત્વ તો મારું
લાગ્યા છે મને જનમોજનમ એ સ્થાન ગોતતાં, મળ્યું નથી હજી મને એ ઠેકાણું
આજ કે કાલ પડશે મારે જાવું એના ધામ રે, દેજો મને ત્યારે તો એનું સરનામું
ભળતે ને ભળતે ઠેકાણે ગયો હતો હું પહોંચી, બતાવજો મને હવે એનું સાચું ઠેકાણું
પહોંચો કોઈ તો આપજો એને મારું સંભારણું, કે જોઈએ મને એનું તો સરનામું
ભલે તમે એને જાણો કે ના જાણો, પણ આપજો એને તો મારું ઠેકાણું
જાણતા ના હોય જો તમે એનું સરનામું કે ઠેકાણું, કાઢજો ના ત્યારે ખોટું બહાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)