વધવું હોય જીવનમાં આગળને આગળ, તારા જીવનને તું સમ બનાવજે
મુક્તિધામની છે જ્યાં યાત્રા તારી, તારા જીવનને તું સમ બનાવજે
જીવનમાં સમજીને સાચા સંતો અપનાવજો, સમજીને મને જીવનમાં છોડતો જાજે
સમતાને અપનાવીને જીવનમાં વણી લેજે, એને તું શ્વાસેશ્વાસમાં વણી લેજે
મમત્વને ત્યજીને જીવનમાં તું, તારા જીવનને તું સમ બનાવજે
જીવજે તું સહુના સહકારમાં, દેવો સહકાર શુભ કાર્યોમાં ના તું ભૂલજે
જીવનમાં રે તારી, જીવનમાંથી `મ' કારને, તું ત્યજતો ને ત્યજતો જાજે
સરળ રાખજે જીવન તું ભરપૂર તારું જગમાં, મદથી દિલ ને દોઢ ગાઉ દૂર રાખજે
સહજતાથી અપનાવજે સહુને દિલમાં અન્યને, તારા મત્સરમાં ના બાળી નાખજે
સમજદારીપૂર્વક જીવન તું જીવજે, મૂંઝારને દિલથી દોઢ ગાઉ દૂર તું રાખજે
સંકલ્પો શુદ્ધ કરીને જીવનમાં, ખોટા મંત્રોને જીવનમાં તું ત્યજતો જાજે
સમર્પણ કરવું પ્રભુને જીવન તારું ના ભૂલજે, માંગી માયા, બંધનમાં ના બંઘાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)