જીવનમાં રે, પ્યાર વિના તું ચાલ્યો નથી, પ્યાર વિના તું રહ્યો નથી
રહ્યો છે તું પ્યારની આસપાસ, પ્યારની આસપાસ તું રહ્યાં વિના રહ્યો નથી
કર્યો તેં શ્વાસો સાથે પ્યાર, કર્યો તેં સ્વાર્થ સાથે પ્યાર, પ્યાર વિના તું રહ્યો નથી
બન્યું જ્યાં કાર્ય તારું પ્યારનું મધ્યબિંદુ, સંસાર પ્યારભર્યો બન્યા વિના રહ્યો નથી
મધ્યબિંદુ રહ્યું ફરતુંને ફરતું, તોય પ્યાર મધ્યબિંદુમાં રહ્યાં વિના તો એ રહ્યું નથી
કદી સગાસંબંધીઓ રહ્યાં પ્યારની મધ્યમાં, કદી ઇચ્છાઓ મધ્યબિંદુમાં રહ્યાં વિના રહી નથી
સુખશાંતિ બન્યું જ્યાં પ્યારનું મધ્યબિંદુ, જીવનમાં પલટો આવ્યા વિના રહ્યો નથી
કર્તવ્ય બની જાય જ્યાં પ્યારનું મધ્યબિંદુ, જીવનના શિખરો સર કરાવ્યા વિના રહેતું નથી
બતાવીશ જ્યાં પ્યારને પ્યારનું મધ્યબિંદુ, સંસાર મધુરો બન્યા વિના રહેતો નથી
રહ્યો પ્રભુ જ્યાં પ્યારના મધ્યબિંદુમાં, સંસાર તરવો સહેલો બન્યા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)