એ તો છે રે (2) તારા રે, અંદાજ વિનાના રે ઓટલા
લીધા પોરા એના ઉપર તેં કેટલા, પડશે અંદાજ તારા એના રે ખોટા
થઈ મુક્તિની યાત્રા તારી શરૂ, લીધા એના ઉપર તેં કેટકેટલા રે પોરા
મળ્યો ને મળ્યો, કેટકેટલાને ઉપર તું એમાં, પડશે અંદાજ એના રે ખોટા
લઈ લઈ પોરા, કરે શરૂ યાત્રા, મળતા ને મળતા રહ્યાં અંદાજ વિનાના
હતા કદી અંતર એમાં ટૂકાં, કદી લાંબા, હિસાબ એના ના કાઢી શકાયા
ઓટલે ને ઓટલે લીધા પોરા તેં કેવા, એની યાદો ઉપર વિસ્મૃતિના પડદા પડયા
અટકી ના તારી યાત્રા, રહી એ ચાલુ, મળતા ને મળતા રહેશે તને રે ઓટલા
યાત્રાએ યાત્રાએ લીધા અનેકવાર, સુખદુઃખના રે અનોખા રે પીણા
થાક્યો અનેકવાર, લઈ લઈને પોરા, કરતો ને કરતો રહ્યો શરૂ તું તો યાત્રા
અટકશે જ્યાં ઓટલા, થઈ જાશે પૂરી તારી મુક્તિની એ અનંતયાત્રા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)