દિશાઓ મને તાણશો ના, વિચારો મને ખેંચશો ના
થોડીવાર જીવનમાં મને, એકલો રહેવા દો (2)
જીવનના ઘોંઘાટથી ત્રાસ્યો છું હું, અંતરના કોલાહલમાં ગભરાયો છું હું
ક્ષણ બે ક્ષણ જીવનમાં હવે મને એકલો રહેવા દે (2)
મારા અંતરના સાથીઓ, લો ના તમે એટલો ઉપાડો
તમને ત્યજી દેવાનો, આવી જાય એમાં મને વારો
પહોંચવું છે જીવનમાં જ્યાં મારે, આપવા સાથને બદલે, ભેગા મળી મને ભીંસશો ના
જગાવ્યો જ્યાં એક સદ્વિચાર હૈયાંમાં જ્યાં તમે, હવે એ વિચારને તોડશો ના
ભીંસી ભીંસી ચારે બાજુથી, અંધકારમાં મને એમાં ડુબાડશો ના
ઝીલવા છે તેજ એકલતાના જીવનમાં, તેજ એના મને હવે ઝીલવા દો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)