એકવાર તો મને થઈ ગયું રે વ્હાલા, તું મારાથી દૂર છે, હું તારાથી દૂર છું
રહી રહી તારા ભાવમાં રે વ્હાલા, દુઃખ વિના મળ્યું ના જીવનમાં કાંઈ બીજું
નીકળ્યો હતો પીવા તારા હેતના રે પ્યાલા રે વ્હાલા, મળ્યા પીવાને સંસાર વિષના રે પ્યાલા
રટતો રહ્યો છું જીવનભર તને મારા રે વ્હાલા, મળીશ ત્યારે ઓળખી શકીશ કે નહીં રે વ્હાલા
સંકટે સંકટે રહ્યો છે ઘડતો ભલે મને રે તું વ્હાલા, લાવીશ અંત એનો ક્યારે રે વ્હાલા
સમજણને સમજણમાં ખાતો રહ્યો ગોથાં રે વ્હાલા, દેજે સાચી સમજણ રે વ્હાલા
તારા તેજમાં ના અંજાયો જીવનમાં રે વ્હાલા, તારી માયાના તેજ લપકીને રે
રોક્યા ઘણાં આંસુ નિરાશાના જીવનમાં, વહાવ્યા ના તારા વિરહના આંસુ રે
કરતો રહ્યો અવગણના તારા ભાવમાં, રહી ના શક્યો તારી સાચી ભાવમાં રે વ્હાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)