હજી એ થયું નથી, હજીએ શરૂ કર્યું નથી, હજી એ પૂરું થયું નથી
છે કહાની જગમાં આ તો સહુની, બાકી કોઈ એમાં તો રહ્યું નથી
વિચારોને વિચારોમાં રહ્યું એ તો જ્યાં અટવાતું ને અટવાતું
અજ્ઞાન ભયના કુંડાળામાં, હૈયું એમાં જ્યાં ઘેરાયું, ત્યાં શરૂ એ થયું નથી
શંકાઓને શંકાઓ રહી જ્યાં હૈયાંમાં ખદબદતી, જ્યાં એ તો શમી નથી
નિર્ણયોને નિર્ણયોમાં રહ્યાં જ્યાં અનિર્ણીત ત્યાં તો એ શરૂ થયું નથી
જોઈ જ્યાં વિશાળતા કાર્યની એની, હિંમત એમાં તો ત્યાં ટકી નથી
જોર ચડયું હતું આળસનું જ્યાં હૈયે, ત્યાં એ તો હજી શરૂ થયું નથી
ગૂંચવાડાની ક્ષિતિજોમાં ગયું જ્યાં એૅ અટવાઈ, શરૂ ત્યાં એ થયું નથી
શરૂ થયું નથી, શરૂ થયું નથી, આયખું તો વીત્યા વિના રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)