તને એ કામ નહીં આવે, જીવનમાં, તને એ કામ નહીં આવે
ખોટી અકડાઈ જીવનમાં તને તો તારી, તને એ તો કામ નહીં આવે
આવડત વિનાના ખાવા છે જીવનમાં લાડવા, બીન આવડત જીવનમાં
હશે માહિતી જીવનમાં, તારી પાસે જ્યાં ખોટી, તને એ કામ નહીં આવે
કરતોને કરતો રહીશ વારેઘડીએ, ઇર્ષ્યા ને ક્રોધ જો તું તારા જીવનમાં
આંક્યા હશે આંક અન્યના જીવનમાં, જીવનમાં જો તે એ ખોટાને ખોટા
ગોત્યા હતા કે ગોતીશ, સાથીને સાથીદારો જો તું ખોટા જીવનમાં
વાતેને વાતેને ખોટી રીતે લાવીશ નાક જો, તારું ખોટી રીતે વચ્ચે કામમાં
બગાડતો ને બગાડતો રહીશ, સંબંધો અન્ય સાથે જો તું જીવનમાં
હરેક કાર્યને જો તું, ખોરંભેને ખોરંભે, ચડાવતોને ચડાવતો રહીશ જીવનમાં
મદદ અને મદદ, દિલાસાઓને, દિલાસાઓ ચાહતો રહીશ જો તું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)