ઝરણાંને ઝરણાં, લાગણીના રહેશે વહેતાને વહેતા, ઊછળતાને ઊછળતાં દિલમાં
જીવન નૈયા તો તારી, ડોલતીને ડોલતી રહેવાની (2)
રાખશે ના જો તું કાબૂમાં એને તો જીવનમાં, તને એ તાણતી તો રહેવાની
કદી ઊછળશે પૂરા એવા તો જીવનમાં, એવા ઊંચા તને એ ગુંગળાવતા તો રહેવાના
મેળવીશ ના કાબૂ તું એના ઉપર તારા, ડોલવામાંને ડોલવામાં કરશે એ તો વધારા
તારી સાથે છે પાપપુણ્યના તારા રે ભારા, તાણતા રહેશે તને તારા એ ભારા
જાશે વધતાં એમાં જ્યાં ઇચ્છાઓના ભારા, દેતા જાશે તને ડૂબવાના ઇશારા
તરતી રાખવાના હશે જો તારા ઇરાદા, કરવા પડશે ખાલી એમાં કંઈકના ભારા
દઈ શકશે મહત્ત્વ તું કેટલી લાગણીઓને, લાગશે બધા મીઠા તને મધના પ્યાલા
કરવા પડશે સહન તારે જીવનમાં એને તો, વહે છે જ્યાં એ તો અંતરમાં તો તારાને તારા
કદી હશે દર્દ એનું રે મીઠું, કદી હશે એ ના જીરવાય એવું, રાખજે આ બધું તું ધ્યાનમાં તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)