પડશે કરવો તો સહુએ, જીવનમાં એકવાર તો આ વિચાર
જીવનમાં તો ક્યાં ભૂલ્યા છીએ, જીવનમાં તો શું ભૂલ્યા છીએ
જીવનના રઘવાટમાં, ભૂલ્યા કરવો સદા, આ તો વિચાર
બન્યા ના સ્થિર કદી તો જીવનમાં, બન્યા અસ્થિરતાના ભોગ સદાય
કરતાને કરતા રહ્યાં ભૂલો વારંવાર, અચકાયા સદા કરવા એનો એકરાર
ફરવા દીધું મનડાંને જીવનમાં બેલગામ, રહ્યાં મૂંઝવતા ઉપાડા એના સદાય
જીવનમાં શાંતિની સફરમાં, વધ્યા આગળ કે રહ્યાં પાછળ, કર્યો ના કદી આ વિચાર
વધાર્યા મિત્રો કે વધાર્યા શત્રુઓ જીવનમાં, કર્યો ના કદી આ તો વિચાર
ચિંતાઓ વધારી કે છોડી ચિંતાઓ, જોયું ના પાસું એનું કયું છે ઉધાર
માંડી દોટ સદા સફળતા કાજે, જીવનમાં મેળવી નિષ્ફળતાઓ અપાર
સાચા સુખમાં રહી ગયા પાછળ જીવનમાં, ખટખટાવ્યા જીવનમાં ખોટા દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)