નથી કાંઈ હું તો શરાબી, નથી કાંઈ મુજમાં કોઈ બીજી ખરાબી
પ્રભુજી રે વહાલા, તારા નામમાં હું તો ડોલું છું તારા નામમાં હું તો ઝૂમું છું
સર્વવ્યાપક પ્રભુ, નજર સામે લાવી નથી શક્યો જ્યાં તને તો હું
યાદોને યાદો ભરી છે જીવનમાં ઘણી, તારી યાદો રાખવી છે એમાં તો તાજી
જીવનમાં યાદો જ્યાં તારી વીસરાણી, શરૂ થઈ ગઈ ત્યાં કર્મોની સતામણી
તારી વ્યાપકતાને વાડામાં તો પૂરી, રહ્યો છું જીવનમાં તને હું તો શોધી
જનમે જનમે સ્વીકાર્યા નામ મેં તો જુદા, તારા જુદા નામોને, કેમ સ્વીકારી શક્તો નથી
વહે છે તુજ નજરમાંથી પ્રેમની ધારા, રહ્યો છું તોયે હું તો એનો પ્યાસી
દાવા કોઈ નથી મારા રે બીજા, રહેવા દેજે મને સદા, તારા નામનો શરાબી
ઊતરે ના નશો કદી રે એનો, એ નશા વિના બીજા નશાની જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)